Reference:
Joshi, Chandresh M.
(2009)
પ્રાથમિક શિક્ષક પ્રશિક્ષણાર્થીઓની સર્જનાત્મકતાના વિકાસ માટેના કાર્યક્રમની અસરકારકતા.
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
ઔદ્યોગિકિકરણની સાથે જીવનપ્રણાલીએ પણ જંગમ પરિવર્તનની હરણફાળ ભરી છે. ‘આજ’ની ‘ગઈકાલ’ સાથે સ્પર્ધા વધુ ઘેરી બનવાથી પરિસ્થિતિએ નવાં સમાયોજનને જન્મ લેવા ઉત્પ્રેરિત કર્યું છે. જે ભૂતકાળ માટે નવો આયામ છે. જીવન તમામ સ્તરે પુનઃ પુનઃ ગતાનુગતિક ભાતને જ અનુસરે છે. જે પ્રસ્થાપિત હકિકત છે. પરંતુ નવી સમસ્યાઓનાં બદલાયેલાં પરિણામો જરૂરિયાતપણે પરિવર્તન માગે છે. તેવે વખતે બુધ્ધિ, તાર્કિકતા કે અન્ય વિશિષ્ટ લક્ષણોને બદલે સર્જનાત્મકતા વ્યક્તિને સક્ષમ બનાવે છે. સર્જનાત્મકતાને માનવીય બુધ્ધિના સ્મૃધ્ધિકરણનાં પાસાં તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે. તેનો અર્થ સમૃધ્ધ બુધ્ધિકક્ષા કરતાં ઘણો જ વ્યાપક અને તત્વપૂર્ણ છે. તે માત્ર કલા, સર્જન અથવા વિજ્ઞાનના અખતરા અને શોધમાં સમેટાય તેટલું સીમિત નથી. સર્જનાત્મકતા એક માનસિક પ્રક્રિયા છે, જેમાં નવા વિચારો, ધારણાઓ અને માન્યતાઓની રચનાનો સમાવેશ થાય છે. વર્તમાન વિચારો અને માન્યતાઓ સાથેનું નવું જોડાણ એટલે સર્જનાત્મકતા. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સર્જનાત્મક વિચારોના ઉત્પાદનમાં સામાન્ય રીતે સંલગ્નતા અને મૌલિક્તા બંન્ને જોવા મળે છે. સહજજ્ઞાનથી તે એક માત્ર વિલક્ષણ ઘટના હોવા છતાં વાસ્તવમાં તે તદ્દન જટીલ બાબત છે. પ્રસ્તુત અભ્યાસમાં પી.ટી.સી. કોલેજના પ્રશિક્ષણાર્થીઓની સર્જનાત્મકતાના વિકાસ માટેના ઔપચારિક અને અનૌપચારિક અભિગમોનો અમલ કરીને તેની અસરકારકતા ચકાસવા માટે હાથ ધરવામાં આવ્યો હતો.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
2 |
Creators |
Joshi, Chandresh M. |
Guide |
Joshi, H. O. |
Keywords |
Primary Teacher Trainees, Education Teacher Development |
Dewey Decimal Subjects |
300 Social sciences > 370 Education > 372 Elementary education |
Library of Congress Subjects |
L Education > LB Theory and practice of education > LB1501 Primary Education |
Department |
Faculties > Education > Department of Education |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
262 |
Date |
May 2009 |
Unique ID |
Not Available |
Registration No |
Not Available |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
12 Dec 2011 10:15 |
Last Modified |
17 Jan 2012 09:38 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/2 |
Actions (login required)
 |
View Item |