Reference:
Shaikh, Nasrin M.
(2004)
પ્રાથમિક શિક્ષકોના લઘુતમ અધ્ધયન કક્ષા પ્રત્યેના વલણોના અભ્યાસ.
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
સમાજના અસ્તિત્વનું મહત્ત્વનું અને પ્રેરક બળ પરિવર્તન છે. પરિવર્તન વિના સમાજનું અસ્તિત્વ શક્ય નથી. પરિવર્તનની આ પ્રક્રિયા દ્વારા જ સમાજ આટલી ઝડપે આગળ વધી રહ્યો છે. સમાજની આ ઝડપી પ્રગતિની પ્રક્રિયામાં સૌથી વિશેષ સમર્થ અને પ્રેરક પરિબળ હોય તો તે છે સમાજનું શિક્ષણ. માનવી પળે પળે શીખતો રહે છે. કારણ કે માનવી સ્વભાવે જ અધ્યયનશીલ પ્રાણી છે. ૨૧મી સદીમાં “સૌના માટે શિક્ષણ” તો જોઈશે જ પણ તે “સૌના માટે ગુણવત્તાવાળું શિક્ષણ” હોવું તે અગત્યની બાબત છે. વિશેષ, સૌના માટે ઊંચી ગુણવત્તાવાળા શિક્ષણની વાત કરવાની છે. દેશનો સમગ્ર અર્થમાં વિકાસ સાધવા માટે ભારતના ભાવિ નાગરિકો એવા આપણાં બાળકોના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાના અભિયાન દ્વારા સમગ્ર પ્રાથમિક શાળાની વ્યવસ્થાની સુધારણા, વિશેષ હેતુપૂર્વકની અધ્યયન-અધ્યાપન પ્રવૃત્તિ, આનંદપ્રદ બાળકેન્દ્રી અને ઉત્તમ ગુણોવાળું પ્રાથમિક શિક્ષણ, પ્રત્યેક બાળકની વયકક્ષા, રસ, રુચિ અને વલણોના સંદર્ભમાં વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. આ માટે ડૉ. યશપાલના માર્ગદર્શન નીચે, ‘યશપાલ કમિશન’ ભાર વગરનું ભણતર’નો ખ્યાલ આવ્યો. ગુજરાતના ઋષિ ડો. રવિન્દ્ર દવેના અધ્યક્ષપણા નીચે એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટેનો એક નવો અભિગમ લઘુતમ અધ્યયન કક્ષા સૂચવ્યો અને ઇ. સ. ૧૯૯૫થી સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ ૧ થી ૭ માં આ અભિગમ અમલમાં આવ્યો. લઘુતમ અધ્યયન કક્ષાએ કોઈ નવી શિક્ષણ પધ્ધતિ નથી. પરંતુ એક નવો અભિગમ છે. આ અભિગમનો મુખ્ય ઉદેશ શિક્ષણની ગુણવત્તા સુધારણાનો છે. ગુણવત્તા સુધારણાના કાર્યક્રમની કેટલીક વિશિષ્ટતાઓ છે, જેમાં વર્ગનાં બધાં જ બાળકો પાયાનું લઘુતમ શિક્ષણ પારંગતતાની કક્ષાએ મેળવે. શીખવાને બદલે શીખવાની પ્રક્રિયા શીખે. નવું જ્ઞાન જાતે મેળવે, સમજપૂર્વકનું શિક્ષણ, વયકક્ષાને અનુરૂપ, ભાર વગરનું સતત મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ દ્વારા અપેક્ષિત પરિણામોનો સમાવેશ થાય છે.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
17 |
Creators |
Shaikh, Nasrin M. |
Guide |
Nakum, G. G. |
Keywords |
Attitudes, Learning, Primary Teacher, Education |
Dewey Decimal Subjects |
300 Social sciences > 370 Education > 370 Education 300 Social sciences > 370 Education > 372 Elementary education |
Library of Congress Subjects |
L Education > L Education (General) L Education > LB Theory and practice of education > LB1501 Primary Education |
Department |
Faculties > Education > Department of Education |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
290 |
Date |
November 2004 |
Unique ID |
Not Available |
Registration No |
Not Available |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
13 Dec 2011 11:22 |
Last Modified |
17 Jan 2012 10:26 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/17 |
Actions (login required)
 |
View Item |