Etheses - A Saurashtra University Library Service

ગુજરાતીમાં સોનેટ" (મહત્વના સર્જકોને લક્ષમાં લઈને): એક અધ્યયન


  • Bookmark and Share

Reference:

Kanjiya, Bhavanabahen T. (2004) ગુજરાતીમાં સોનેટ" (મહત્વના સર્જકોને લક્ષમાં લઈને): એક અધ્યયન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (7Mb)

Abstract

ગુજરાતી સાહિત્યનાં પદ્યસ્વરૂપોમાંનું એક સ્વરૂપ તે ‘સૉનેટ’. સૉનેટ લઘુક દેહધારી કાવ્યસ્વરૂપ હોવાં છતાં તેની ઉડાન વિરાટ અને ઊંચી છે. આપણે ત્યાં સૉનેટ પશ્ર્ચિમમાંથી ઊતરી આવેલો સાહિત્ય પ્રકાર છે, છતાં આજના સૉનેટો જોતાં ગુજરાતી ભાષાએ તેને પોતિકો બનાવી ખૂબ જ લાડ લડાવ્યાં છે તેની પ્રતીતિ થશે. સૉનેટ શ્રી બ. ક. ઠાકોર લઈ આવ્યા ને કેટલાંક સર્વાંગ સુંદર સૉનેટ રચી તેમણે સૉનેટને ગુજરાતીમાં સ્થિર કર્યું. મારા પ્રસ્તુત શોધનિબંધનનું શીર્ષક છેઃ ‘ગુજરાતીમાં સૉનેટ’ (મહત્વના સર્જકોને લક્ષમાં લઈને) આ શોધનિબંધના છ પ્રકરણોમાં મેં વિષયની વિસ્તૃત છણાવટ કરેલ છે. આ છ પ્રકરણોમાં મેં મારા અભ્યાસને નીચે મુજબ જોવા – તપાસવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સૉનેટનાં સાહિત્યરૂપ વિશે ગુજરાતીમાં અગાઉ કેટલોક અભ્યાસ થયો છે. સૉનેટનાં મહત્વ વિશે વિચારતાં ખ્યાલ આવે છે કે આજ સુધી સૉનેટ અનેક રૂપે-રંગે રજૂ થયું છે. સૉનેટનું મહત્વ જગતનાં અનેક દેશોમાં પ્રસરેલું છે. સૉનેટ ચૌદ પંક્તિનું કાવ્ય છે. તેથી ઓછી કે વધારે પંક્તિઓવાળી રચનાને સૉનેટ પ્રકાર ગણવો કે નહિ તે વિશે મતભેદ છે. કદાચ કવિનું મુક્ત ખેડાણ ચૌદ પંક્તિઓમાં શક્ય ન બને. આમ છતાં પ્રત્યેક સૉનેટને આંતર-બાહ્ય રીતે સૉનેટના સાહિત્યસ્વરૂપને પ્રગટ કરવામાં સફળ ન થાય છતાં તેમાં તેનું હાર્દ એ મર્મ અનુભવાય છે. સૉનેટમાં વિશેષ ભાવસ્થિતિઓનું નિર્માણ થાય છે. પ્રાસરચના પંક્તિઓને ઘાટ આપે છે. સૉનેટના ઉદ્ભવકાળે તેનો પ્રધાન વિષય માત્ર પ્રેમ હતો. ઇંગ્લેંડમાં વ્યક્તિપ્રેમની સૉનેટમાળાઓ રચાઈ છે. શ્રી ક્રોસલેન્ડનો મત છે કે ‘જેમાંથી ઉત્તમ સૉનેટ રચી શકાય તે સૉનેટ માટે ઉત્તમ વિષય’ તેમજ સૉનેટમાળામાંનાં પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર હોય છે. છતાં તેનું અનુસંધાન બીજા સૉનેટમાં જળવાતું હોય છે. ઇ.સ. ૧૮૮૮માં ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ સૉનેટ રચાયું. અને ત્યાર પછી સૉનેટ વિકાસની યાત્રા આગળ વધતી જ રહી છે. તેના આદ્યસ્થાપક શ્રી બ. ક. ઠાકોર એક બૌધ્ધિક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમની પ્રેમવિષયક સૉનેટ રચનાઓ ચિંતન પ્રધાન સૉનેટના ઉત્તમ નમૂના છે. પ્રાસ પ્રત્યે શ્રી ઠાકોરનું વલણ સ્વતંત્ર છે. પ્રાસની બાબતમાં તેઓ કોઈ નિશ્ર્ચિત યોજનાને વળગી રહ્યા નથી. શ્રી બ. ક. ઠાકોરથી શરૂ થયેલી આ સૉનેટયાત્રા આધુનિક યુગના રાજેન્દ્ર શાહ, ઉશનસ્, ચીનુ મોદી, ભગવતીકુમાર શર્મા વગેરે સૉનેટસર્જકો સુધી વિસ્તરી છે. સુખદુઃખ જેવાં માનવીય સંવેદનો, પ્રકૃતિની વિવિધલીલા, તેનાં તત્વો, પ્રણયનાં વિવિધ ભાવરૂપો જેવા વિષયો એમાં નિરૂપાયા છે. વિવિધ છંદપ્રયોગો પણ થયા છે. ગુજરાતીમાં આ કાવ્યપ્રકારને મુક્તવિહારનું વાતાવરણ મળ્યું છે. ફક્ત ચૌદ પંક્તિમાં ભવ્ય વસ્તુ અહીં કલારૂપ પામે છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 149
Creators Kanjiya, Bhavanabahen T.
Guide Patel, M. I.
Keywords Thesis
Dewey Decimal Subjects 800 Literature > 800 Literature, rhetoric & criticism > 802 Miscellany
800 Literature > 800 Literature, rhetoric & criticism > 807 Education, research & related topics
Library of Congress Subjects P Language and Literature > PN Literature (General)
Department Faculties > Arts & Humanities > Department of Gujarati
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 372
Date April 2004
Unique ID KANBT04GU02
Registration No 2745
Depositing User Repository Staff
Date Deposited 11 Jan 2012 06:06
Last Modified 18 Jan 2012 05:31
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/149

Actions (login required)

View Item View Item