Etheses - A Saurashtra University Library Service

ગુજરાતી સાહિત્યમાં કવિ કરશનદાસ માણેક, સુંદરમ્, મકરંદ દવે, હરીન્દ્ર દવે અને રાજેન્દ્ર શુક્લ અધ્યાત્મક્ષેત્રે પદ્યમાં આપેલું પ્રદાનઃ એક અધ્યયન


  • Bookmark and Share

Reference:

Trivedi, Vaibhavi M. (2010) ગુજરાતી સાહિત્યમાં કવિ કરશનદાસ માણેક, સુંદરમ્, મકરંદ દવે, હરીન્દ્ર દવે અને રાજેન્દ્ર શુક્લ અધ્યાત્મક્ષેત્રે પદ્યમાં આપેલું પ્રદાનઃ એક અધ્યયન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (1466Kb)

Official URL:

Abstract

આપણે સૌ રોજબરોજના જીવનમાં ફિલસૂફી કે ફિલોસોફી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ક્યારેક મિત્ર કે સહકાર્યકર સાથે વાતો કરતા આપણે કહી દઈએ છીએ. ‘મારી ફિલોસોફી જુદી છે.’ અથવા જીવનની મારી ફિલોસોફીનો તમારી સાથે મેળ નથી. વગેરે આપણા મનમાં ફિલોસોફીનો જે અર્થ અભિપ્રેત છે તે વ્યાપક અર્થમાં જીવનદર્શન અથવા જીવનમાં બનતી ઘટનાઓ પરત્વેનો એક સામાન્ય અભિગમ અંગ્રેજીમાં ‘વર્લ્ડ વ્યૂ’ એવો છે. આ જીવનદર્શન કેટલાક મૂળભૂત કે પાયાનો વિચાર છે. જેના વિનિયોગ દ્વારા આપણે જીવનના અનેકાનેક પ્રશ્ર્નો સમસ્યાઓ અને ઘટનાઓનું અર્થઘટન કરીએ છીએ. અને તેની સમજ કેળવીએ છીએ. આપણું જીવનદર્શન કે વર્લ્ડવ્યૂ આપણે માટે શેનું અસ્તિત્વ છે, જે છે તે કેવું હોવું જોઈએ અને તેને બદલવા માટે આપણે શું કરી શકીએ વગેરે બાબતો આપણા માટે વ્યાખ્યાયિત કરે છે. મધ્યકાલીન સાહિત્ય છોડીને અર્વાચીન સાહિત્યમાં પ્રવેશીએ છીએ ત્યારે કોઈ નાનકડું વિદ્યાલય છોડીને વિશ્ર્વવિદ્યાલયમાં પ્રવેશતા હોઈએ તેવો અનુભવ થાય છે. મધ્યકાલીન સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ દયારામનું ઇ.સ. ૧૮૫૨ માં અવસાન થયું ત્યારે ગુજરાતના પ્રજાજીવનમાં નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. એના ફળસ્વરૂપે મધ્યકાળના પરંપરાગત સાહિત્યની સીમાઓ તોડીને અર્વાચીન સાહિત્ય નવા રૂપરંગ ધારણ કરે છે. અર્વાચીન સાહિત્યએ મધ્યકાલીન સાહિત્યથી સમયથી દ્રષ્ટિએ જ ફક્ત જુદું પડતું નથી પરંતુ તાત્વિક લક્ષણોથી એક અનોખું સ્વરૂપ ધારણ કરે છે. મધ્યકાલના લગભગ બધા જ કવિઓ પ્રથમ ભક્ત હતા અને પછી કવિઓ હતા. પરમતત્વને પામવાનું સાધન કવિતા હતી. આ કવિઓને કવિપદ પામવાની ઝંખના ન હતી. ભવસાગરને પાર કરી મુક્તિ મેળવવા માટે ભક્તિ અને જ્ઞાન એઓનું ઇષ્ટ સાધન હતું. અર્વાચીન યુગમાં સાહિત્યસર્જન સભાનતા સાથે થાય છે. એમને માટે કવિતા એ જ સાધન છે. માત્ર અભિવ્યક્તિનું સાધન નથી. નવા-નવા પ્રયોગો કરવાની કુશળતા અને આકારસૌષ્ઠવની સભાનતા દેખાય છે. ગોરર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ, રમણભાઈ નિલકંઠ, આનંદશંકર ધ્રુવ, કે. હ. ધ્રુવ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર વગેરે સર્જકોમાં વિદ્વાતાની સાથે અભ્યાસનિષ્ઠા પણ હતી. નર્મદયુગના ઘૂઘવતાં પૂર શમી ગયા હતા અને શાન્ત નીરની સ્વચ્છ સરીતા વહેવા લાગી. આ યુગના મોટા ભાગના સર્જકોએ યુનિવર્સિટીનું શિક્ષણ લીધું હતું. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની કવિતાનું અધ્યયન કરેલી તેમની દ્રષ્ટિ રસિક બની હતી. પરંતુ તેમાંથી આવેશ કે કૃત્રિમ જુસ્સો અદ્રશ્ય થયો હતો. દલપતરામની કવિતામાં ઉપદેશનું તત્વ હતું. અને શબ્દાર્થની ચમત્કૃતિ હતી. પંડિતયુગની કવિતા કાવ્યતત્વથી શોભાયમાન બની તેમાં રસ અને સૌંદર્યને પ્રાધાન્ય મળે છે. અંગ્રેજી, સંસ્કૃત, ફારસી અને લોકબાનીની અસર પામેલી પંડિતયુગની કવિતા આગળના યુગથી સ્પષ્ટ રીતે નોખી પડી જાય એ સ્વાભાવિક છે. આ યુગના સર્જકોની કલાદ્રષ્ટિ અભ્યાસ મનન અને ચિંતનથી પરિપક્વ બની હતી. અને તેઓના સર્જનમાં વિદ્વતાના દર્શન થતાં હોવાથી આ યુગના સર્જકોએ પૂર્વ અને પશ્ર્ચિમની સંસ્કૃતિના ઉતમ અંશોનો સમન્વય કર્યો હોવાથી આ યુગને સમન્વય યુગ પણ કહેવામાં આવે છે. અંગ્રેજી પ્રજાના સંપર્કને લીધે આપણી રીતભાત રહેણી-કરણી અને વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત ભાષાના અભ્યાસને લીધે ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ બન્યું. સંસ્કૃત સાહિત્યના અભ્યાસથી ગુજરાતી કવિતામાં સંસ્કૃત અક્ષરમેળ છંદોનો ઉપયોગ વધ્યો. ફારસી સાહિત્ય અસરથી બાલાશંકર, મણિલાલ, કલાપી, સાગર વગેરે કવિઓએ ગઝલો લખી. નરસિંહરાવે ‘કુસુમમાળા’માં ઉર્મિકાવ્યો આપ્યા. બળવંતરાયે સોનેટ પ્રકારનાં કાવ્યો આપ્યાં. ગાંધીયુગીન કવિ સુંદરમ્ કરશનદાસ માણેક, મનુભાઈ સરોદ, હરીન્દ્ર દવે, મકરંદ દવે, રાજેન્દ્ર શુક્લ જેવા આધ્યાત્મિક કવિતાના કવિઓ દ્વારા ભક્તિ ભાવની સૂકાઈ ગયેલી સરવાણી જાણે પાછી જીવંત બની ગઈ હોય તેમ ભક્તિભાવની રંગોળી પૂરી ભાવકોનું મન મોહી લીધું છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 147
Creators Trivedi, Vaibhavi M.
Guide Joshi, Mahesh. V.
Keywords Contribution, Poets, Speritual Field, Literature
Dewey Decimal Subjects 100 Philosophy & psychology > 100 Philosophy > 100 Philosophy & psychology
800 Literature > 800 Literature, rhetoric & criticism > 807 Education, research & related topics
Library of Congress Subjects B Philosophy. Psychology. Religion > B Philosophy (General)
P Language and Literature > PN Literature (General)
Department Faculties > Arts & Humanities > Department of Gujarati
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 395
Date August 2010
Unique ID Not Available
Registration No 4001, July 31, 2008
Depositing User Repository Staff
Date Deposited 11 Jan 2012 06:06
Last Modified 18 Jan 2012 05:29
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/147

Actions (login required)

View Item View Item