Etheses - A Saurashtra University Library Service

ગુજરાતના ખાંડ ઉદ્યોગનાં મૂડી માળખાનું વિશ્ર્લેષણ


  • Bookmark and Share

Reference:

Vadher, Sandip A. (2007) ગુજરાતના ખાંડ ઉદ્યોગનાં મૂડી માળખાનું વિશ્ર્લેષણ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (800Kb)

Abstract

ભારતના પ્રાચીન ધર્મ શાસ્ત્રોમાં ખાંડ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તેના પરથી કહી શકાય કે ગુજરાતમાં ઘણા સમયથી ખાંડનો ઉપયોગ થતો જોવા મળે છે. અહીં મૂડી માળખાના અભ્યાસ અને વિશ્ર્લેષણ માટે ખાંડ ઉદ્યોગને પસંદ કરવામાં આવ્યો છે. ખાંડ ઉદ્યોગને ગુજરાતનો જૂનો અને મોટો ઉદ્યોગ છે. ઇ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં ભૂમધ્ય સમુદ્રના કિનારાનાં વિસ્તારમાં અને ઇજિપ્તમાં શેરડીની ખેતીનો વિકાસ થયેલો ત્યાર બાદ પંદરમી સદીમાં આ ખેત પેદાશનો ઝડપી વિકાસ થયો આમ જોઈએ તો સંરક્ષણવાદની નીતિથી ભારતમાં આધુનિક ખાંડ ઉદ્યોગની શરૂઆત થઈ, ખાંડ એ રાસાયણિક દ્રષ્ટિએ કાર્બોહાઈડ્રેટ છે. માનવ શરીરને શક્તિ આપવા માટે તેમજ શરીરનું ઉષ્ણતામાન ટકાવી રાખવા માટે ખાંડ એ અતિ આવશ્યક છે. ખાંડનું મૂળ તત્વ સુકોઝ છે. આ તત્વ દર કિલોગ્રામ દીઠ ૩૯૫ કેલરી ધરાવે છે. વર્તમાન સમયમાં આ ઉદ્યોગ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર છે. કાચા માલના ઉંચા ભાવ, મોટા પ્રમાણમાં એકઠો થયેલ સ્ટોક, ગોદામોનો ખર્ચ મૂડીની અછત, પાવરની સમસ્યાઓ નીચી ઉત્પાદકતા, ઉત્પાદન પડતરનો વધારો, નફાકારકતાનું નીચું પ્રમાણ ઔદ્યોગિક માંદગીમાં થતો વધારો આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. અહીં કેટલીક એવી સમસ્યાઓ છે કે જે સંચાલનના અંકુશ બહાર છે. પરંતુ કેટલીક એવી પણ સમસ્યાઓ છે કે જ્યાં સંચાલકો ઇચ્છે તો તેના પર અંકુશ મેળવી શકાય છે. જેમાં મૂડી માળખાનો નિર્ણય ગણી શકાય. એકમમાં યોગ્ય મૂડી માળખાની રચના થવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તે પેઢી માટે કરોડરજ્જુ સમાન છે જો યોગ્ય મૂડી માળખાની રચના કરવામાં આવે તો જ માલિકોની સંપતિનું મહત્તમીકરણ કરી શકાય અને એ રીતે પેઢીના મૂલ્યમાં વધારો કરી શકાય. અને મૂડી પડતર ઓછી જાળવી શકાય. મૂડી માળખાના નિર્ણયની પેઢીની તરલતા, સધ્ધરતા, નફાકારકતા, પરિવર્તનશીલતા વગેરે પર અનુકૂળ કે પ્રતિકૂળ અસર પડે છે. માટે યોગ્ય મૂડી માળખાની રચના ન થાય તો પેઢીની ‘નાણાકીય સધ્ધરતા’ લાંબા સમય સુધી જાળવી શકાતી નથી. સધ્ધરતા, નફાકારકતા પરિવર્તનશીલતા વગેરે પરથી મૂડી માળખાની અસર જાણવાનો પ્રયાસ આ સંશોધન અભ્યાસ દ્વારા કરવામાં આવેલ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 93
Creators Vadher, Sandip A.
Guide Parmar, Sahilesh J.
Keywords Capital Structure, Sugar Industry
Dewey Decimal Subjects 300 Social sciences > 330 Economics > 332 Financial economics
300 Social sciences > 380 Commerce, communications & transportation > 381 Commerce
Library of Congress Subjects H Social Sciences > HD Industries. Land use. Labor > HD28 Management. Industrial Management
H Social Sciences > HF Commerce
H Social Sciences > HG Finance
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 273
Date January 2007
Unique ID VADSA07CO04
Registration No 2822
Depositing User Repository Staff
Date Deposited 06 Jan 2012 05:16
Last Modified 17 Jan 2012 07:57
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/93

Actions (login required)

View Item View Item