Reference:
Gajera, Shamjibhai R.
(2005)
સામાન્ય વિધાર્થીઓની તુલનામા મૂક-બધિર વિધાર્થીઓનું અનુકૂલન, સિદ્ધિ પ્રેરણા, જિજ્ઞાસા અને હતાશાનો અભ્યાસ.
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
સમાજ અને રાષ્ટ્રનાં ભાવિ નાગરિકોનો મહત્ત્વનો વિકાસ શાળાઓમાં થાય છે. મનોવૈજ્ઞાનિકોના મતે બાળકના શરૂઆતનાં વર્ષો તેના વિકાસ માટે ખૂબ જ અગત્યના પાયારૂપ છે, અને બાળ વિકાસના શ્રેષ્ઠ તબક્કામાં શિક્ષક વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે. હલન-ચલન માટે, સાંભળવા માટે, વિચારવા માટે વગેરે કાર્યો માટે કુદરતે માનવને જુદા જુદા અવયવો આપ્યા છે. આ અવયવોમાં જ્યારે ખામી આવે અને તેથી શારીરિક કે માનસિક કામ કરવાની શક્તિ તદ્ન અટકી જાય કે ઓછી થઈ જાય તેને કુદરતી ક્ષતિ યુક્ત બાળક છે તેમ કહીએ છીએ. એક સમય એવો હતો કે લોકો મૂક-બધિર બાળકો તરફ તુચ્છકારથી જોતા. તેને સમાજ માટે ભાર રૂપ ગણવાની માન્યતા હતી. મૂક-બધિરોને પોતાની શેષ ક્ષમતાઓનો ઉપયોગ કરવાની તક મળતી ન હતી. હવે સદ્ભાગ્યે પરિસ્થિતિ કંઈક બદલાઈ છે. જગત સમજતું થયુ છે કે એક યા બે અંગોની ખામીથી માનવી પોતાની પૂર્ણ ક્ષમતા ગુમાવી બેસતો નથી. મૂક-બધિર વ્યક્તિ પણ પ્રભાવી જીવન જીવી શકે છે. તેનામાં તેમને યોગ્ય એવી કામ કરવાની શક્તિ રહેલી હોય છે. સામાન્ય વિદ્યાર્થીઓની તુલનામાં મૂક-બધિર વિદ્યાર્થીઓને કેટલીક શારીરિક ખામી હોય છે. સામાન્ય વિદ્યાર્થીઓ જે પ્રકારનાં મનોભાવો અનુભવે છે તે તમામ મનોભાવ જેવા કે ગમા-અણગમા વ્યક્ત કરવા, મહેનત કરી વિકાસ કરવાની તમન્ના સેવવી અને તે સાથે પોતાની વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરવી વગેરે મૂક-બધિર વિદ્યાર્થીઓ પણ અનુભવે છે. અલબત્ત તેમની શારીરિક ખામીઓની અસર તેમની શૈક્ષણિક બાબતો પર પણ પડે છે. તેમના વ્યક્તિત્વના વિકાસની તરાહ પર શારીરિક ક્ષતિનો પ્રભાવ પડતો હોય છે. શિક્ષણ જગતમાં આજે માનસિક અને શારીરિક ક્ષતિ ધરાવતા બાળકોના શિક્ષણ અંગેનું ક્ષેત્ર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે તેમનું જીવન મુશ્કેલીઓ રહિત બની શકે તે માટે તેમને વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. સંશોધક માધ્યમિક શાળામાં સેવા બજાવે છે. સેવા કાર્ય દરમ્યાન સંશોધકના ધ્યાન પર આવ્યું કે શાળામાં અભ્યાસાર્થે આવતા બાળકોની જેમ મૂક-બધિર બાળકો પણ પ્રગતિ કરી શકે છે. તેમના મનોભાવો સામાન્ય વિદ્યાર્થી કરતા જુદા હોય કે કેમ ? તે માટે સંશોધકે સામાન્ય વિદ્યાર્થીઓ અને મૂક-બધિર વિદ્યાર્થીઓનો તુલનાત્મક અભ્યાસ કરવાનું વિચારી બંન્ને જૂથના બાળકો વચ્ચેના અંતરને ઘટાડી સેતુ બનવા પ્રયાસ કરવા પ્રયત્ન કર્યો.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
9 |
Creators |
Gajera, Shamjibhai R. |
Guide |
Popat, Binduben L. |
Keywords |
Deaf-Dumb, Achievement, Motivation, Frustration, Education, Student |
Dewey Decimal Subjects |
300 Social sciences > 370 Education > 371 Schools & their activities; special education |
Library of Congress Subjects |
L Education > L Education (General) L Education > LB Theory and practice of education > LB1501 Primary Education L Education > LB Theory and practice of education > LB2300 Higher Education |
Department |
Faculties > Education > Department of Education |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
380 |
Date |
October 2005 |
Unique ID |
GAJSR05ED11 |
Registration No |
2208, November 13, 1998 |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
13 Dec 2011 04:21 |
Last Modified |
17 Jan 2012 10:13 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/9 |
Actions (login required)
 |
View Item |