Reference:
Koringa, Naranbhai H.
(2008)
જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘોની કામગીરીની કાર્યક્ષમતા અને અસરકારકતાના સંચાલનનો અભ્યાસ” (સૌરાષ્ટ્ર વિસ્તારના સંદર્ભમાં).
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
સહકારની વૃત્તિ મનુષ્યમાં જન્મજાત છે. સહકારની ભાવના કે સહકારી વૃતિ મનુષ્ય જીવનની શરૂઆતથી જ ચાલતી આવે છે. ઘણાં પ્રાણીઓમાં પણ સામૂહિક પ્રયાસ દ્વારા જીવન જીવવાની કળા જોવા મળે છે, જેમાં બુધ્ધિજીવી માનવી જીવનની સફળતા કાજ પરસ્પરના સહકારની જરૂરિયાતો સ્વિકારી જીવનમાં સિધ્ધિઓ અને સફળતા હાંસલ કરતો આવ્યો છે. પ્રાશ્ર્ચાત્ય વિશ્ર્વના જીવનમાં અનેક કામો અરસપરસના સહકારથી પાર પાડવાની પ્રથા ચાલતી આવે છે. સહકારને લીધે જ માનવજીવન ગરિમાવંત જીવન દીસે છે. સામાન્યતઃ સમાન આર્થિક જરૂરિયાતવાળા શખ્સો ભેગા મળી લોકશાહી પધ્ધતિએ પોતાના આર્થિક ધ્યેયો કે ઉદ્દેશો પ્રાપ્ત કરવા જે માધ્યમથી પ્રયાસો કરે તેને ‘સહકાર’ કહેવાય અને આવા પ્રયાસો જે માધ્યમો દ્વારા કાયમી ધોરણે કરવામાં આવે તો કાયમી સંસ્થા કે તંત્ર ઊભું થાય છે, જેને ‘સહકારી મંડળ’ કહેવાય. ટૂંકમાં, સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલ વ્યક્તિઓનું મંડળ એટલે સહકારી મંડળ. આવી મંડળીઓના સંચાલન અને વહીવટ માટે બંધારણ કે પેટા-નિયમો (By-Laws) હોય છે. તેમજ સરકાર દ્વારા નિયત કરેલ ‘સહકારી અધિનિયમો’ અનુસાર રચના, સંચાલન અને વહીવટ થાય છે. સહકારી સંસ્થા લોકોની સામાન્ય આર્થિક જરૂરિયાતોને લીધે ઊભી થાય છે, તેથી સહકાર એ મૂલ્યો ઉપર આધારિત પધ્ધતિ છે. આ પધ્ધતિ દ્વારા દેશના અર્થતંત્રમાં શોષક વલણોનાં દબાણ સામે આર્થિક રીતે નબળા શોષિત વર્ગના લોકોને ટકી રહેવા સંગઠીત માળખું પૂરું પાડે છે. આર્થિક વ્યવસ્થા, વિકાસ, પ્રગતિ તેમજ સામાજિક ન્યાય માટે ‘સહકાર’ એ મુખ્ય માધ્યમ અને સાધન છે.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
89 |
Creators |
Koringa, Naranbhai H. |
Guide |
Parmar, Sahilesh J. |
Keywords |
Operational Performance, Efficiency Management, Co-operative Purchase Sale Unions |
Dewey Decimal Subjects |
300 Social sciences > 330 Economics > 334 Cooperatives 300 Social sciences > 380 Commerce, communications & transportation > 381 Commerce |
Library of Congress Subjects |
H Social Sciences > HF Commerce |
Department |
Faculties > Commerce > Department of Commerce |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
273 |
Date |
October 2008 |
Unique ID |
KORNS08CO04 |
Registration No |
3398, June 13, 2006 |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
06 Jan 2012 03:46 |
Last Modified |
17 Jan 2012 07:55 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/89 |
Actions (login required)
 |
View Item |