Etheses - A Saurashtra University Library Service

જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ખેતી અને ગ્રામીણ વિકાસઃ સૌરાષ્ટ્ર પ્રદેશના સંદર્ભમાં અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Fadadu, Madhuben S. (2011) જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ખેતી અને ગ્રામીણ વિકાસઃ સૌરાષ્ટ્ર પ્રદેશના સંદર્ભમાં અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (12Mb)

Official URL:

Abstract

દેશના સર્વાંગી વિકાસ માટે કૃષિ અને ગ્રામીણ વિકાસ જરૂરી છે. પરંતુ આપણાં આયોજન સમય દરમિયાન અને આર્થિક સુધારાના સમય દરમિયાન કૃષિ અને ગ્રામીણ વિકાસને યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી. આથી આ ક્ષેત્રમાં ગંભીર પ્રશ્ર્નો સર્જાયા છે. વિશ્ર્વમાં આજે જુદા-જુદા પ્રકારની આર્થિક પધ્ધતિઓ પ્રચલિત છે. જેમ કે મૂડીવાદી, સમાજવાદી, અંકુશવાદી, ગાંધીવાદી અને સહકારી પધ્ધતિ. પરંતુ સહકારી પધ્ધતિ જ એક એવી પધ્ધતિ જ એક એવી પધ્દતિ છે કે જે ગરીબ, અજ્ઞાન અને અસંગઠિત લોકોને આર્થિક રક્ષણ પૂરું પાડે છે. સહકારી પધ્ધતિમાં સ્વાશ્રય, પરસ્પર સહાય અને કરકસર જેવા સિધ્ધાંતોનો સમાવેશ થતો હોવાથી અન્ય પધ્ધતિઓ કરતાં સહકારી પધ્ધતિ વધુ ઉપયોગી બની શકે તેમ છે. વર્તમાન સમયમાં અસહ્ય મોંઘવારીમાં ખેડૂતોએ ધિરાણનો સહારો લેવો પડે છે અને એ પણ જ્યારે ગામના શરાફો, શાહુકારો કે ખાનગી શરાફી પેઢીઓ પાસેથી લેવામાં આવે ત્યારે તે વધુ શોષણનો ભોગ બને છે અને તેઓના દેવાની ચુંગાલમાં ફસાયેલો ખેડૂત ક્યારેય પણ બહાર નીકળી શક્તો નથી. ઉપરાંત બેંકોની વ્યવસ્થા અટ્ટપટ્ટી અને લાંબી હોવાથી જે સમયે નાણાંની આવશ્યક્તા હોય તે સમયે નાણાં મળી શક્તા નથી અને નાણાભીડ અનુભવે છે ત્યારે તેઓ માટે સહકારી પ્રવૃત્તિ જ આશાનું કિરણ બની જાય છે. જિલ્લા સહકારી બેંકોનો વિકાસ થાય તો તેનાથી પ્રાથમિક સહકારી મંડળીઓ વધુ સઘન બને અને તેના દ્વારા કૃષિ અને ગ્રામીણ વિકાસ વધુ વેગવાન બની શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં સંશોધકે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનું કૃષિ અને ગ્રામીણ વિકાસમાં શું પ્રદાન છે તે બાબત તપાસવાનો પ્રયાસ કરેલ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 84
Creators Fadadu, Madhuben S.
Guide Joshi, Mahesh. V.
Keywords Agriculture, Rural Development, District Central Co-operative Bank
Dewey Decimal Subjects 300 Social sciences > 330 Economics > 332 Financial economics
300 Social sciences > 330 Economics > 333 Economics of land & energy
300 Social sciences > 330 Economics > 334 Cooperatives
Library of Congress Subjects H Social Sciences > HB Economic Theory
Department Faculties > Arts & Humanities > Department of Economics
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 407
Date February 2011
Unique ID Not Available
Registration No 3809, February 28, 2008
Depositing User Repository Staff
Date Deposited 04 Jan 2012 12:18
Last Modified 17 Jan 2012 07:52
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/84

Actions (login required)

View Item View Item