Etheses - A Saurashtra University Library Service

મહિલા સશક્તિકરણના પસંદગીયુક્ત પ્રયાસોનો આર્થિક વિશ્ર્લેષણાત્મક અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Harpal, Heena G. (2010) મહિલા સશક્તિકરણના પસંદગીયુક્ત પ્રયાસોનો આર્થિક વિશ્ર્લેષણાત્મક અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (805Kb)

Official URL:

Abstract

વિશ્ર્વ સમાજમાં કુલ વિકાસના સંદર્ભમાં આજે મહિલાઓ ના વિકાસ અંગે વિશેષ ચિંતા સેવવામાં આવે છે. વિવિધ ધર્મ અને પૂર્વ તથા પશ્ર્ચિમના તત્વજ્ઞાનમાં પણ નારીશક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. સમાજમાં જેમનું પ્રમાણ લગભગ ૫૦% થી પણ વધુ છે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ કામગીરીના પ્રમાણમાં જેનો હિસ્સો મહત્વનો બની રહ્યો છે. તેવા મહિલા વર્ગના દરજ્જા તથા ભૂમિકાના સંદર્ભમાં આજે પણ વિસંવાદિતા જોવા મળે છે. સમાજશાસ્ત્રીઓ અને કર્મશીલોનો બહુ મોટો વર્ગ એવી માન્યતા ધરાવે છે કે અપેક્ષાઓનાં પ્રમાણમાં નારીસમાજ તરફ આજે પણ ઉપેક્ષાનું વલણ વધુ જોવા મળે છે. પ્રસ્તુત સંશોધન અભ્યાસનું ખૂબ જ મહત્વ છે. કારણ કે આ અભ્યાસ એ મહિલા સશક્તિકરણનાં પસંદગીયુક્ત પ્રયાસો નો આર્થિક વિશ્ર્લેષણાત્મક અભ્યાસનો છે. અહીં સમાજની મહિલાઓનાં આર્થિક પાસાઓને વિશેષ મહત્વ આપેલ છે. ભારતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિશેષ અને વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. અને અમુક જિલ્લામાં યથાવત છે. તો અમુક જિલ્લામાં નિમ્નકક્ષાની છે. સૌરાષ્ટ્રની રહિશ અને હુ પણ એક મહિલા હોવાના કારણે મહિલાઓની સ્થિતિ જોવા અને જાણવાનું કૂતુહલ થાય તે પછી પ્રસ્તુત સંશોધન કાર્ય હાથ ધરવાનો વિચાર દ્રઢ બન્યો. આ કારણથી જ સંશોધકે મહિલા સશક્તિકરણનાં પસંદગીયુક્ત પ્રયાસોનો આર્થિક વિશ્ર્લેષણાત્મક અભ્યાસમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને પસંદ કરેલ છે. આથી આ સમાજમાં મહિલાઓનું સ્થાન, આર્થિક સ્થિતિ, મનોદશા કુટુંબમાં પોતાનું સ્થાન, શિક્ષક, કુટુંબમાં મહિલાઓનો દરજ્જો, મહિલા અત્યાચારો વગેરે વિશેની માહિતી અને પરિસ્થિતિ જાણવા માટેનો આ અભ્યાસનો આશય છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 83
Creators Harpal, Heena G.
Guide Bhatt, Vibhaben V.
Keywords Economic Aspects, Women Empowerment
Dewey Decimal Subjects 300 Social sciences > 360 Social problems & social services > 361 Social problems & social welfare in general
Library of Congress Subjects H Social Sciences > HQ The family. Marriage. Woman
H Social Sciences > HV Social pathology. Social and public welfare
H Social Sciences > HX Socialism. Communism. Anarchism
Department Faculties > Arts & Humanities > Department of Economics
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 222
Date February 2010
Unique ID Not Available
Registration No 3308, October 5, 2005
Depositing User Repository Staff
Date Deposited 04 Jan 2012 11:58
Last Modified 18 Jan 2012 05:15
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/83

Actions (login required)

View Item View Item