Etheses - A Saurashtra University Library Service

રાજકોટ જીલ્લાની પસંદ કરેલ સહકારી બેંકોની અસરકારક કાર્યક્ષમતાનો અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Chauhan, Nayana S. (2007) રાજકોટ જીલ્લાની પસંદ કરેલ સહકારી બેંકોની અસરકારક કાર્યક્ષમતાનો અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (26Mb) | Preview

Abstract

આર્થિક ક્ષેત્રે જે વિવિધ સમાજ રચનાઓ અસ્તિત્વમાં આવી અને એનાં જે વિશિષ્ટ સ્વરૂપો વિકાસ પામ્યા છે, તેમાં “સહકાર” એક વિશિષ્ટ ભાત પાડતું સંગઠન છે. આર્થિક પ્રશ્ર્નોનો સાચો ઉકેલ મેળવવા સ્વાશ્રય, પરસ્પર સહાય, સમાનતા અને કરકસર જેવા સિધ્ધાંતોનો સમાવેશ સહકારમાં થાય છે. સામાન્ય વ્યવહારમાં સહકારનો અર્થ “સાથે કામ કરવું” એવો થાય છે. પરંતુ આ અર્થ સંકુચિત છે. વસ્તુના ઉત્પાદનના કાર્યમાં ઉત્પાદનનાં ચારે સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક સાથે મળીને કામ કરે છે. ઉત્પાદનના સાધનોના સંયુક્ત પ્રયાસ સિવાય વસ્તુનું ઉત્પાદન શક્ય બનતું નથી. છતાં તેને સહકારના સ્વરૂપે ઓળખી શકાય નહીં. કેમ કે આમાં ઉત્પાદન કરવા માટે ઉત્પાદનનાં દરેક સાધનો ઉત્પાદનમાંથી વધુમાં વધુ હિસ્સો મેળવવાનો પ્રયત્ન કરે છે તેવી વહેંચણીમાં સમાનતા રહેતી નથી. માટે ઉત્પાદનની ક્રિયાને સહકારી પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય નહીં. સહકારમાં માનવીથી શરૂઆત થાય છે અને માનવી જ કેન્દ્રમાં અને લક્ષ્યમાં રહે છે. મૂડીવાદમાં પૈસો જ કેન્દ્રસ્થાને હોય છે. માણસ તો માત્ર તેના પૂરક તરીકે ગૌણ સ્થાન ધરાવે છે. જ્યારે સામા પક્ષે સહકારમાં તો માનવ ગૌરવ કેન્દ્ર સ્થાને આવે છે, અને તેથી જ નાણાંકીય ફાયદાઓ સાથે ગુણવત્તાયુક્ત સેવાઓની અપેક્ષા હોય છે. સહકાર વર્તમાન અર્થશાસ્ત્ર કે માનવ અર્થશાસ્ત્ર છે. દેશમાં વધારે ને વધારે ઉત્પાદન થવા સાથે તેની વહેંચણી પણ સપ્રમાણ થાય, દેશવાસીઓની આર્થિક સામાજીક સ્થિતિ સુધરે તેઓને વધુ ને વધુ તકો મળે વગેરે માટે રાજકીય વિચારકો અને અર્થશાસ્ત્રીઓ માનવ અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના એક પાસા તરીકે સહકારને આર્થિક આયોજનમાં મહત્વ આપે છે. સહકારી ક્ષેત્રે માનવીનાં મહત્વનું મૂળથી જ સ્વીકાર કરવામાં આવે છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 70
Creators Chauhan, Nayana S.
Guide Bhimani, Girish C.
Keywords Banking, Analysis, Co-Operative
Dewey Decimal Subjects 300 Social sciences > 330 Economics > 334 Cooperatives
Library of Congress Subjects H Social Sciences > HG Finance
H Social Sciences > HJ Public Finance
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 426
Date October 2007
Unique ID Not Available
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 23 Dec 2011 11:22
Last Modified 17 Jan 2012 07:36
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/70

Actions (login required)

View Item View Item