Etheses - A Saurashtra University Library Service

શ્રેણી નવનાં વિજ્ઞાનના વિવિધ એકમોના અધ્યાયન માટે બહુમાધ્યમ સંપુટની સંરચના અને તેની અસરકારકતા


  • Bookmark and Share

Reference:

Bhutak, Haresh P. (2004) શ્રેણી નવનાં વિજ્ઞાનના વિવિધ એકમોના અધ્યાયન માટે બહુમાધ્યમ સંપુટની સંરચના અને તેની અસરકારકતા. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (783Kb) | Preview

Abstract

કોઠારી પંચે (૧૯૬૪ – ’૬૬) પોતાના અહેવાલમાં “ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.” એવું ખૂબ જ અગત્યનું અવલોકન નોંધ્યું છે. પણ ભારતના વર્ગખંડોની દશા અને દિશા કેવી છે ? એન. સી. ઈ. આર. ટી. ના ચોથા શૈક્ષણિક સર્વેક્ષણ મુજબ ભારતની ૨,૯૩૭ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક નથી અને ૧,૮૮,૫૪૧ શાળાઓમાં બ્લેક બોર્ડ નથી. ત્યારબાદના સર્વેક્ષણમાં આ પરિસ્થિતિમાં ખાસ ફેરફાર થયો નથી. આમ, દેશની શાળાઓમાં ભૌતિક અને શૈક્ષણિક સાધનોની ખામી જોવા મળે છે. શિક્ષણ કાર્યમાં શૈક્ષણિક સાધનોનું મહત્વ દર્શાવતા ઓ. એસ. ફાઉલર જણાવે છે કે, “એક ચિત્ર ઘણાં બધા પુસ્તકો કરતાં વધુ વિચારો રજૂ કરે છે.” આ જ વાત પ્રખર તત્વચિંતક રૂસો આ પ્રમાણે વ્યક્ત કરે છે. “કોઈપણ સંજોગોમાં વસ્તુના સ્થાને તેના ચિન્હોનો ઉપયોગ ન કરો.” શિક્ષણ એ દ્વિ-ધ્રુવી પ્રક્રિયા છે જેમાં એક ધ્રુવ શિક્ષક અને બીજો ધ્રુવ વિદ્યાર્થી છે. આ બંન્નેના આદાન-પ્રદાનથી વર્ગ વ્યવહાર જન્મે છે. જેમાં વર્ગ વ્યવહાર ઉત્તમ તેમ શિક્ષણની પ્રક્રિયા સારી એમ કહેવાય. પરંતુ અત્યારે વર્ગખંડમાં અધ્યયન એટલે શ્રવણ અને અધ્યાપન એટલે કથન એવું સમીકરણ આપણા વર્ગખંડોમાં જાણ્યે-અજાણ્યે ઉપયોગી છે. તે સમજી શકાય તેવી બાબત છે. મનુષ્યની પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા છે. આપણા અધ્યયનનો ૮૩% હિસ્સો દ્રશ્ય દ્વારા થાય છે. આમ શિક્ષણ કાર્યમાં શૈક્ષણિક પ્રક્રિયામાં પરંપરાગત અધ્યાપન પધ્ધતિ કરતાં અન્ય પ્રયુક્તિઓની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. તેને કારણે અધ્યાપન કાર્યની ગુણવત્તા વધારી શકાય તેમ છે. પ્રયોજક વિજ્ઞાન શિક્ષક છે. તેથી વિજ્ઞાન શિક્ષણમાં શૈક્ષણિક સાધનો વાપરવાનું મહત્વ સમજે છે. તેથી પ્રયોજકે વિજ્ઞાન શિક્ષણમાં સ્વાઅધ્યયન સાહિત્ય, સ્લાઈડ શો (પાવર પોઇન્ટ) તથા ઓ. એચ. પી. ટ્રાન્સપરન્સી દ્વારા સમાવિષ્ટ બહુમાધ્યમ સંપુટની અસરકારકતા જાણવાનો પ્રયાસ કરેલ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 7
Creators Bhutak, Haresh P.
Guide Rathod, Keshu V.
Keywords Teaching Instruction, Science Teaching, Education, Students
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 373 Secondary education
300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 168
Date September 2004
Unique ID BHUHP04ED04
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 12 Dec 2011 13:28
Last Modified 17 Jan 2012 10:08
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/7

Actions (login required)

View Item View Item