Etheses - A Saurashtra University Library Service

સૌરાષ્ટ્ર પ્રાંતના બંદરોની પ્રગતિ, પ્રશ્નો અને ભાવિ


  • Bookmark and Share

Reference:

Senjaliya, Himmat V. (2005) સૌરાષ્ટ્ર પ્રાંતના બંદરોની પ્રગતિ, પ્રશ્નો અને ભાવિ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (32Mb) | Preview

Abstract

વાહન વ્યવહારના વિવિધ માર્ગો અને સાધનોમાં કિંમતની દ્રષ્ટિએ સૌથી સસ્તો જો કોઇ માર્ગ કે પ્રકાર હોય તો તે જળ માર્ગ કે દરિયાઈ માર્ગ છે. વળી અન્ય માર્ગો કરતાં આંતરખંડિય વૈભિન્ય દુર કરવામાં અન્ય જળમાર્ગોનો ફાળો અદ્વિતીય છે. રોયન અને બેંગસ્ટન નામના વિદ્વાનોએ વિવિધ પ્રકારના વાહન વ્યવહાર ખર્ચની રૂપરેખા પણ તૈયાર કરી છે. જેના આધારે સાબિત થાય છે કે વાહન વ્યવહાર ખર્ચની કિલોમીટરે (માઈલ) ટન દીઠ સરેરાશ કિંમત જળમાર્ગમાં સૌથી ઓછી આવે છે. જ્યારે જમીનમાર્ગીય સાધનો માત્ર જમીનખંડની આંતરિક હેરફેર માટે જ મહત્વ ધરાવે છે. જ્યારે દુનિયાના જુદા-જુદા જમીનખંડોના દેશો અને પ્રદેશોની આંતરખંડિય હેરફેર માટે જળમાર્ગ અને હવાઈમાર્ગ જ મહત્વનો બને છે. આમા પણ દરિયાઇ માર્ગ જ સૌથી સસ્તો હોઈ આર્થિક દ્રષ્ટિએ તે વિશેષ ઉપયોગી બન્યો છે. ભારતના દરિયાકાંઠે કુલ ૧૭૧ બંદરો છે. જે પૈકી ૧૦ મોટા અને ૨૧ મધ્યમ અને ૧૪૦ નાના બંદરો આવેલા છે. જેમાંથી ગુજરાતમાં ૪૦ બંદરો આવેલા છે. જેમાંથી એક મોટુ બંદર, ૧૧ મધ્યમ કક્ષાના બંદર અને ૨૮ નાના બંદરોનો સમાવેષ થાય છે. પ્રાચીન કાળથી ગુજરાત મહત્વનું વેપારીકેન્દ્ર તેના બંદરોને લીધે તેવા ઔદ્યોગીક વિકાસને કારણે હતુ, મધ્ય, પૂર્વ, પૂર્વ આફ્રિકા તથા યુરોપના દેશો સાથે વેપાર માટે ગુજરાતના બંદરો ખૂબ મહત્વના છે. જુના કાળમાં સાદા રસ્તા અને રેલ્વેની સગવડ ન હતી, ત્યારે નદીના મુખ પર આવેલું કોઈપણ સ્થળ બંદર તરીકે કામ આવતુ હતુ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના નાના બંદરો મત્સ્ય ઉદ્યોગમાં સારો ફાળો આપે છે. હજીરા, દહેજ, પીપાવાવ વગેરે બંદરો ખોળ, રસાયણ, ખાતર, પેટ્રો કેમીકલ્સ, સિમેન્ટ વગેરે ઉદ્યોગોનો વિકાસ થતા ગુજરાતના બંદરોની આયાત - નિકાસ વધવાનો સંભવ છે. ગુજરાતનો બંદરીય ટ્રાફીક દર વર્ષ વધતો જાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં ટ્રાફીક ઘટતો જાય છે. ગુજરાતના આર્થીક વિકાસ માટે બંદરોના વિકાસ સાથે તેનું આધુનિકરણ જરૂરી છે

Details

Item Type Thesis (PhD)
Item ID 61
Creators Senjaliya, Himmat V.
Guide Yadav, R. J.
Keywords Ports, Gujarat, Problems & Prospects, Commerce
Dewey Decimal Subjects 300 Social sciences > 380 Commerce, communications & transportation > 387 Water, air & space transportation
Library of Congress Subjects H Social Sciences > HE Transportation and Communications
H Social Sciences > HF Commerce
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 438
Date September 2005
Unique ID SENHV05CO16
Registration No 2981, October 7, 2003
Depositing User Repository Staff
Date Deposited 19 Dec 2011 04:11
Last Modified 17 Jan 2012 12:20
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/61

Actions (login required)

View Item View Item