Etheses - A Saurashtra University Library Service

ગુજરાતની નાગરીક સહકારી બેંકોની નાણાકીય કાર્યક્ષમતાનુ તુલનાત્મક વિશ્લેષણ


  • Bookmark and Share

Reference:

Desai, Hetal A. (2008) ગુજરાતની નાગરીક સહકારી બેંકોની નાણાકીય કાર્યક્ષમતાનુ તુલનાત્મક વિશ્લેષણ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (2456Kb) | Preview

Abstract

ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં અલગ અલગ પ્રકારની બેંકો કાર્યરત છે. જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો. આ બધી બેંકો દેશના અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને ઇ.સ. ૧૯૯૧માં ઉદારીકરણ અને વૈશ્ર્વિકરણ થયા પછી આ ઉદ્યોગમાં ખાનગી અને વિદેશી બેંકોનો ઉમેરો થયો છે. આ સ્થિતિ પછી બેંકો વચ્ચે હરિફાઈનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી અને વિદેશી બેંકોની સેવાઓ અને તજજ્ઞતા સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં પ્રમાણમાં ઘણી સારી હોવાથી હરિફાઈમાં આ બેંકોએ ટુંકાગાળામાં જ ઉદારીકરણ પછી બેંકિંગ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવી લીધુ. જ્યારે બીજી તરફ રાષ્ટ્રીયકૃત બેંકોને સરકારી પીઠબળ હોવાથી તે હરિફાઇમાં ટકી શકે છે. પરિણામે સહકારી બેંકોને હરિફાઈનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે. આ સિવાય આ બેંકોમાં થતા કૌંભાંડોને કારણે તેમજ કેટલીક બેંકો પડી ભાંગવાને કારણે લોકોનો વિશ્ર્વાસ સહકારી બેંકો પરથી ડગી ગયો. આ કપરા સંજોગોનો સામનો કરવા માટે સહકારી બેંકોએ સજ્જ થવું જ રહ્યું. આ માટે આવી બેંકોએ આધુનિકતા અપનાવવી જરૂરી છે. આ સિવાય અન્ય બેંકોની સરખામણીમાં તેના મજબુત પાસાં પર વધુ ભાર આપવો જોઈએ. સામાન્ય રીતે સહકારી બેંકોના સેવાના દર અન્ય નફાલક્ષી બેંકો કરતાં ઓછા હોય છે. તેમજ આ બેંકોના ગ્રાહકો સાથે વ્યક્તિગત સંબંધો હોય છે જે ગ્રાહક બેંક સાથે વધુ વફાદાર બનાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધનમાં ગુજરાતની આઠ પસંદ કરેલ બેંકોના અલગ અલગ ગુણોત્તરો દ્વારા તુલનાત્મક વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. તેમજ આ બેંકોના સબળ અને નિર્બળ પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમજ આ બેંકોને સુધારા માટે કેટલાંક સૂચનો આપવામાં આવ્યા છે. જે તેમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ઉપયોગી નિવડી શકે.

Details

Item Type Thesis (PhD)
Item ID 46
Creators Desai, Hetal A.
Guide Chauhan, Pratapsinh L.
Keywords Banking, Co-operatives, Finance, Commerce
Dewey Decimal Subjects 300 Social sciences > 330 Economics > 336 Public finance
Library of Congress Subjects H Social Sciences > HF Commerce
H Social Sciences > HJ Public Finance
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 375
Date March 2008
Unique ID Not Available
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 16 Dec 2011 12:59
Last Modified 17 Jan 2012 11:11
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/46

Actions (login required)

View Item View Item