Etheses - A Saurashtra University Library Service

હિન્દી શિક્ષણમાં સતત મૂલ્યાંકનની અસરકારકતા


  • Bookmark and Share

Reference:

Bhimani , Bharat B. (2008) હિન્દી શિક્ષણમાં સતત મૂલ્યાંકનની અસરકારકતા. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (2214Kb)

Abstract

પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યાંકનનું સ્થાન પાયાનું છે તેવું સમગ્ર શિક્ષણ સમાજના તજજ્ઞો સ્વિકારે છે. આ સંદર્ભને ધ્યાને લઈ મૂલ્યાંકન વિષયક ઘણા બધા પુસ્તકો, સેમીનાર, વર્કશોપ તેમજ તજજ્ઞોના લેખો અને વાર્તાલાપ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયેલ છે. જેમાંના મોટાભાગના કાર્યક્રમોના અહેવાલો પણ પ્રસિધ્ધ થયેલા છે. આ બધીજ વિગતોનું દોહન કરીને તેની સારભૂત રજૂઆત અને તેના આધારે સમિક્ષા રજૂ કરવામાં આવેલ છે. સતત મૂલ્યાંકન એટલે સતત પ્રક્રિયા, સતત માર્ગદર્શન, સતત વ્યક્તિગત ધ્યાન, સતત નિદાન અને ઉપચાર શિક્ષણ પ્રક્રિયા. વિદ્યાર્થી સમગ્ર વર્ષ દરમ્યાન અનિયમિત રહે, બેધ્યાન રહે. પરંતુ વાર્ષિક પરીક્ષાના અંતિમ દિવસોમાં ગોખણપટ્ટી કરી વધુ ગુણ લઈ આવે તેને આપણે વિષયનો જ્ઞાતા ગણીએ છીએ. આ અનિચ્છનીય પરિણામ છે. સતત મૂલ્યાંકનથી (૧) વિદ્યાર્થીનું સામર્થ્ય, (૨) વિદ્યાર્થીની નબળાઈ એમ બંન્નેનો ખ્યાલ આવે છે. નિયમિત રીતે તેની શૈક્ષણિક પ્રગતિની ગતિવિધિ જાણવા મળે છે. આ ગતિવિધિ શિક્ષણના હેતુઓ સિધ્ધ કરવા તેમજ નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય માટે ઉપયોગી બને છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સતત મૂલ્યાંકન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પરીક્ષાને શિક્ષણનો અંતભાગ બનાવવાની જરૂર છે. આપણી શાળા કક્ષાની અને જાહેર પરીક્ષાઓ વિદ્યાર્થીના વર્ગીકરણ, પ્રમાણપત્રીકરણ અને વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર શૈક્ષણિક અસરકારકતાનું મૂલ્યાંકન અને વધુ સારા શિક્ષણની વૃધ્ધિ જેવી અગત્યની બાબતો તરફ તે દુર્લક્ષ સેવે છે. પરિણામે સમગ્ર શૈક્ષણિક કાર્યક્રમ પરીક્ષાલક્ષી બની ગયો છે. આ પરિસ્થિતિની સુધારણા માટે અને મૂલ્યનિષ્ઠ સમાજ રચના માટે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એ એક માત્ર વિકલ્પ છે. જો આ વાત આપણે સ્વીકારતા હોઈએ તો તેનું પ્રથમ પગથિયું, તેની પ્રથમ શરૂઆત આપણે ક્યાંથી કરવી જોઈએ? પ્રાથમિક શાળા કક્ષાએથી જ તેનો આરંભ યોગ્ય ગણાય. પ્રાથમિક શિક્ષકોને તૈયાર કરવાનું કાર્ય પી.ટી.સી. કોલેજો કરે છે. તેથી તાલીમાર્થીઓને આ નૂતન મૂયાંકન દ્રષ્ટિકોણ સમજાવવામાં આવે તો તાલીમ બાદ શાળા કક્ષાએ તેનો અસરકારક અમલ કરી શકશે.

Details

Item Type Thesis (PhD)
Item ID 33
Creators Bhimani , Bharat B.
Guide Shah, Harish M
Keywords Assessment, Teaching, Hindi
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 282
Date 2008
Unique ID Not Available
Registration No 2850, March 11, 2003
Depositing User Repository Staff
Date Deposited 15 Dec 2011 14:06
Last Modified 17 Jan 2012 10:55
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/33

Actions (login required)

View Item View Item