Etheses - A Saurashtra University Library Service

ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની સિધ્ધિ અને વલણ પર વર્કકાર્ડ અને કમ્પ્યુટર સહાયિત અધ્યયનની અસરકારકતા


  • Bookmark and Share

Reference:

Jambusia, Jayshri G. (2009) ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની સિધ્ધિ અને વલણ પર વર્કકાર્ડ અને કમ્પ્યુટર સહાયિત અધ્યયનની અસરકારકતા. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (1166Kb)

Abstract

નિશ્ર્ચિત સમયમર્યાદાના માળખામાં રહી નિશ્ર્ચિત અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે અત્યાર સુધી વ્યાખ્યાન પધ્ધતિનો મહતમ ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ આ પધ્ધતિમાં વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા જ બની રહે છે. આ મર્યાદાને દૂર કરવા ગાંધીજી, જ્હોન ડ્યૂઈ, રૂસો વગેરે એ ક્રિયા દ્વારા શિક્ષણની હિમાયત કરી, ‘ક્રિયા દ્વારા શિક્ષણ’ નો સિધ્ધાંત વિદ્યાર્થીની સક્રિયતા પર ભાર મૂકે છે. અને આ માટે સ્વ-અધ્યયનનો નવવિચાર શિક્ષણજગતમાં સ્થાન પામ્યો છે. સ્વ-અધ્યયનની જુદી જુદી પ્રયુક્તિઓ વિદ્યાર્થીઓમાં રહેલાં વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં રાખીને સ્વ-ગતિએ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. તદુપરાંત, માહિતીના વિસ્તરણની સાથે-સાથે વિકસી રહેલી ટેક્નોલોજી ગ્રામ્ય વિસ્તારના દીવાનખંડ સુધી પહોંચી ચૂકી છે. ત્યારે શિક્ષકો પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને જ વળગી રહે. તે કેમ ચાલે? આજે આપણાં વર્ગખંડોમાં ટી. વી.. કોમ્પ્યુટર જેવાં ઇલેક્ટ્રોનિક્સ યંત્રો પ્રવેશી ચૂક્યાં છે ત્યારે આપણે એના મહત્તમ ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન કાર્યને વધુ સઘન, સક્રિય અને રસપ્રદ બનાવી શકીએ છીએ. આ વિચારથી પ્રેરાઈને સંશોધકે બે સ્વ-અધ્યયન પધ્ધતિઓ – વર્કકાર્ડ અને કમ્પ્યૂટર સહાયિત અધ્યયન (CAL) કાર્યક્રમની પસંદગી કરી. સંશોધક ગુજરાતી પધ્ધતિના અધ્યાપક હોવાના નાતે ગુજરાતી વિષયના પસંદિત ચિંતનાત્મક ગીતકાવ્યોના અધ્યયન માટે ઉપરોક્ત બંન્ને પધ્ધતિઓ માટે કાર્યક્રમની સંરચના કરી તેની અસરકારકતા સિધ્ધિ અને વલણના સંદર્ભમાં ચકાસવા પ્રસ્તુત સંશોધન હાથ ધર્યું હતું.

Details

Item Type Thesis (PhD)
Item ID 32
Creators Jambusia, Jayshri G.
Guide Makwana, Janakkumar L.
Keywords Work-card, Computer Aided Learning, Gujarati Teaching
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 208
Date September 2009
Unique ID Not Available
Registration No Not Avaialble
Depositing User Repository Staff
Date Deposited 15 Dec 2011 13:54
Last Modified 17 Jan 2012 10:54
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/32

Actions (login required)

View Item View Item