Etheses - A Saurashtra University Library Service

ગુજરાત રાજ્યના ગ્રંથપાલો માટેની અભિયોગ્યતા કસોટીની સંરચના અને પ્રમાણીકરણ


  • Bookmark and Share

Reference:

Kantariya, Nileshkumar M. (2008) ગુજરાત રાજ્યના ગ્રંથપાલો માટેની અભિયોગ્યતા કસોટીની સંરચના અને પ્રમાણીકરણ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (1606Kb)

Abstract

માનવસમાજના વિકાસના ત્રણ મહત્વના તબક્કાઓમાં ખેતીપ્રધાન સમાજ, ઔદ્યોગિક ક્રાંતિ પર આધારિત સમાજ અને વર્તમાન એકવીસમી સદીના જ્ઞાન અને માહિતીપ્રધાન સમાજનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં થયેલાં કલ્પનાતીત સંશોધને સમગ્ર માનવજીવનને પ્રભાવિત કર્યું છે. જ્ઞાનના કેન્દ્ર સમાં ગ્રંથાલયો પણ તેના પ્રભાવથી બાકાત રહ્યાં નથી. વર્તમાન માહિતી આધારિત યુગમાં પ્રસાર – પ્રકાશન અને પ્રચારની નવી ટેક્નોલોજીના કારણે માહિતી વિસ્ફોટ સર્જાયો છે. પ્રચુર માત્રામાં સાહિત્ય પ્રકાશિત થાય છે. જ્ઞાનનાં નવાં પરિણામો, મુદ્રિત વાચનસામગ્રીની જાળવણીનો પ્રશ્ર્ન, અમુદ્રિત વાચનસામગ્રીનું નવું સ્વરૂપ, નાણાકીય સાધનોની તંગી, વાચકોની અપ્રત્યાશિત માંગ, ગ્રંથાલયોમાં આધુનિક ટેક્નોલોજીની આવશ્યક્તા વગેરે બાબતોએ ગ્રંથાલયશાસ્ત્રને માત્ર કળાના ખ્યાલમાંથી છોડાવી વિજ્ઞાન સાથે જોડી ગ્રંથાલયવિજ્ઞાનશાસ્ત્ર તરીકે પ્રસ્થાપિત કર્યું. જ્ઞાનની કોઈપણ શાખા સાથે શાસ્ત્રીય સિધ્ધાંતો જોડવામાં આવે ત્યારે તેને વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ગ્રંથાલયની પરંપરાગત અને આધુનિક પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે ચોક્કસ સિધ્ધાંતો વિકસાવવાની જરૂર પડી. આમ, જ્ઞાન માહિતી સાથે સંકળાયેલ ગ્રંથાલયશાસ્ત્રમાં કળા અને વિજ્ઞાનનો શ્રેષ્ઠ સમન્વય છે જે જ્ઞાનની આ શાખાને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન એવી વિદ્યાશાખા તરીકે ઓળખ અપાવી શક્યો છે. ગ્રંથપાલના વ્યવસાયનો ઇતિહાસ પણ ગ્રંથ જેટલો જ જૂનો છે. સમયની સાથે પરંપરાગત ગ્રંથાલયો આધુનિક માહિતીકેન્દ્રોમાં પરિવર્તિત થયાં. ટેક્નોલોજીના વિકાસના કારણે અને ગ્રંથાલયમાં તેની આવશ્યકતાને કારણે ગ્રંથાલય કર્મચારીની સજ્જતા, સક્ષમતા અને પ્રતિબધ્ધતા એ આવશ્યક શરત બની રહે છે. જ્ઞાનની નવી સદીના પડકારો ઝીલવા માટે ગ્રંથાલય વ્યાવસાયિકો પાસે ઉચ્ચત્તમ વ્યાવસાયિક જ્ઞાન, માહિતી ટેક્નોલોજીનું જ્ઞાન, સંચાલકીય કૌશલ્ય, વ્યવસાય પ્રતિ હકારાત્મક વલણ અનિવાર્ય છે. માહિતીનું સંચાલન કરતાં મશીનો નહીં, પણ સર્જકતા, કૌશલ્ય અને બૌધ્ધિક શક્તિવાળા ગ્રંથપાલો માહિતીસમાજની વાસ્તવિક મિલ્કત છે. પ્રવર્તમાન સમયમાં બદલાતી જતી આર્થિક, સામાજિક, રાજકીય અને ટેક્નોલોજિકલ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં અને DIGITAL LIBRARY તથા VIRTUAL LIBRARY ના યુગમાં ગ્રંથપાલ પાસે વિશિષ્ટ ક્ષમતાની અપેક્ષાઓ વધી છે. તેથી જ એકવીસમી સદીનો ગ્રંથપાલ સંપૂર્ણ પ્રશિક્ષિત હોવો જરૂરી છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 286
Creators Kantariya, Nileshkumar M.
Guide Nandani, Mansukh C.
Keywords Construction, Standardization
Dewey Decimal Subjects 000 Computer science, information & general works > 020 Library & information sciences > 020 Library & information sciences
Library of Congress Subjects Z Bibliography. Library Science. Information Resources > Z665 Library Science. Information Science
Department Faculties > Arts & Humanities > Department of Library & Information Science
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 311
Date December 2008
Unique ID Not Available
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 16 Mar 2012 11:11
Last Modified 16 Mar 2012 11:11
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/286

Actions (login required)

View Item View Item