Etheses - A Saurashtra University Library Service

બાળમજૂર વિધાર્થીઓ તથા સામાન્ય વિધાર્થીઓના અભ્યાસ પ્રત્યેનાં વલણો, અનુકૂલન અને તેમની સમસ્યાઓનો તુલનાત્મક અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Vyas, Chetnaben C. (2004) બાળમજૂર વિધાર્થીઓ તથા સામાન્ય વિધાર્થીઓના અભ્યાસ પ્રત્યેનાં વલણો, અનુકૂલન અને તેમની સમસ્યાઓનો તુલનાત્મક અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (650Kb) | Preview

Abstract

સૃષ્ટિના સર્જનહારની સર્જનાત્મકતાનું સુંદર પાવન જીવંત સ્વરૂપ એટલે બાળક, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે “બાળક એ ઈશ્ર્વરે માનવજાત પર લખેલ જીવંત પ્રેમપત્ર છે.” બાળક એ સુદઢ સમાજનો પાયો છે, સુવિકસિત રાષ્ટ્રનું ભવિષ્ય છે. બાળકનું સુંદર ઘડતર એ એનાં ભાવિ જીવન અને સમાજ તથા રાષ્ટ્ર, તમામને આવરી લેનાર મહત્વનું ઘટક છે. માતા-પિતા વ્યવસાય અર્થે બહાર જતા હોય ત્યારે પણ સંતાનોને ઘરની કામગીરીમાં જોડાવું પડે છે. આની અસર અભ્યાસ પણ પડે છે. જેને લઈ અભ્યાસ પ્રત્યેના વલણોમાં બદલાવ આવે છે, એના અનુકૂલનો પર અસર થાય છે તેમજ અભ્યાસમાં સમસ્યાઓ ઉદ્ભવે છે. જેને લઈ તે પોતાનાં તંદુરસ્ત ભવિષ્ય તરફ ડગ માંડી શક્તો નથી. સમસ્યાઓ તો સજીવ માત્રનાં જીવનમાં આવતી ઘટના છે. પરંતુ જ્યારે કોઈ માનવનિર્મિત પરિસ્થિતિને લઈ કે કોઈ અકળ કારણસર વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉદ્ભવતી સમસ્યાઓનો સામનો તેને કરવો પડે છે, ત્યારે તેને લઈ તે તંદુરસ્ત અભ્યાસ કરી શકતો નથી અને જીવનના વિકાસના પાયારૂપ વિદ્યાભ્યાસ દ્વારા પોતાનો સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ સાધી શક્તો નથી. સમસ્યાઓ તો કરોળિયાનું એ જાળું છે જેમાં અટવાયેલું બાળક ન તો અભ્યાસ તરફ તંદુરસ્ત વલણ કેળવી શકે છે સારી રીતે અનુકૂલિત થઈ શકે છે. સમય પહેલાની બાળમજૂરીને લઈ અભ્યાસમાં ઉદ્ભવતી સમસ્યાઓ કઈ કઈ છે ? સમસ્યાઓનો વલણ અને અનુકૂલન સાથે સંબંધ રહેલો છે. આ બધી બાબતોને સાંકળી બાળમજૂર વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓની અભ્યાસમાં ઉદ્ભવતી સમસ્યાઓ અંગે અભ્યાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 23
Creators Vyas, Chetnaben C.
Guide Popat, Binduben L.
Keywords Child Labour, Education, Teaching, Problems in Study
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 372 Elementary education
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1501 Primary Education
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 353
Date September 2004
Unique ID VYACC04ED03
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 13:54
Last Modified 17 Jan 2012 10:36
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/23

Actions (login required)

View Item View Item