Etheses - A Saurashtra University Library Service

માધ્યમિક શાળાના શિક્ષકોના મૂલ્યો, સિદ્ધિપ્રેરણા અને શીખવવા પ્રત્યેના વલણનો અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Vyas , Atul K. (2005) માધ્યમિક શાળાના શિક્ષકોના મૂલ્યો, સિદ્ધિપ્રેરણા અને શીખવવા પ્રત્યેના વલણનો અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (1105Kb) | Preview

Abstract

“ઈન્ડિયા-૨૦૨૦ નવી સહસ્ત્રાબ્દીનું સ્વપ્ન”માં ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ લખે છે કે “કોઈપણ હેસિયતમાં પણ તમે જો શિક્ષક છો તો તમારે એક વિશેષ ભૂમિકા ભજવવાની છે પણ બીજી કોઈપણ વ્યક્તિ કરતાં વધુ તમે પેઢીઓને આકાર આપી રહ્યા છો. આ દેશમાં એક જમાનો હતો જ્યારે શિક્ષકોનો ગુરુઓ તરીકે આદર થતો. આજે જોકે, શિક્ષકને ખૂણામાં ફેંકી દેવામાં આવ્યા છે. ઘણા શિક્ષકો અત્યંત કંગાળ પરિસ્થિતિઓમાં કામ કરે છે. તેમની પ્રશ્ર્નો ઉકેલવાની જરૂર અંગે અમે વાકેફ છીએ. છતાંય અમે શિક્ષકોને કામ કરવાની વિનંતી કરીએ છીએ.” ડૉ. કલામનાં સ્વપ્નનું ભારત નિર્માણ કરવામાં શિક્ષકો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સમાજ અને રાષ્ટ્રના ભાવિ નાગરિકોનો મહત્ત્વનો વિકાસ શાળાઓમાં થાય છે. મનોવૈજ્ઞાનિકોનો મતે બાળકના તરુણાવસ્થાના શરૂઆતના વર્ષો તેના વિકાસ માટે ખૂબ જ અગત્યના છે અને આ બાળવિકાસના શ્રેષ્ઠ તબક્કામાં શિક્ષક વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે. પ્રવર્તમાન શિક્ષણમાં આજે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન (TQM)નો વિચાર રાષ્ટ્ર કક્ષાએ અમલમાં મૂકાય રહ્યો છે. તેના જ ભાગ રૂપે હાલ વર્ષ ૨૦૦૨થી ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી યોજના હેઠળ શિક્ષણ સાથે સંકળાયેલાં તમામ લોકોને ગુણવત્તા-સભર તાલીમ અપાઈ રહી છે. સંશોધકને આ તાલીમ યોજના અંતર્ગત રાજય કક્ષાના તજજ્ઞ તરીકે કામગીરી કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ તાલીમ દરમ્યાન દિવસો સુધી શિક્ષકો સાથે આંતર પ્રક્રિયા, જૂથ ચર્ચા અને વિચાર વિનિમય દ્વારા એવી અનુભૂતિ થઈ કે શિક્ષકોના વિવિધ મૂલ્યો, સિધ્ધિપ્રેરણા અને તેમને શીખવવા પ્રત્યેના વલણનું સ્તર જાણી શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા સુધારણા અભિયાનના આ મહાયજ્ઞમાં કેવી રીતે ઉપયોગી થઈ શકાય ? તેવા વિચારબીજ સંશોધકને સતત ઢંઢોળતા હતાં તેનાં પરિપાકરૂપે પ્રસ્તુત સમસ્યાનો ઉદ્ભવ થયો હતો. અંતે દેવત્ત્વને પોષવાના ઉમદા ક્ષેત્રમાં કાર્ય કરી રહેલાં આ શિક્ષક સમાજ માટે કંઈક શ્રેષ્ઠ કરી છુટવાના પ્રયાસમાંથી એક શિક્ષક કેમ અલિપ્ત રહી શકે ?

Details

Item Type Thesis (PhD)
Item ID 22
Creators Vyas , Atul K.
Guide Donga, K. M.
Keywords Values in Education, Secondary Education, Motivation, Student
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 373 Secondary education
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Date May 2005
Unique ID VYAAK05ED03
Registration No 2850, March 11, 2003
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 13:31
Last Modified 17 Jan 2012 10:35
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/22

Actions (login required)

View Item View Item