Etheses - A Saurashtra University Library Service

વાર્તાકાર ચુનીલાલ મડિયા અને ધૂમકેતુઃ એક અધ્યયન


  • Bookmark and Share

Reference:

Korat, Priyavadan (2004) વાર્તાકાર ચુનીલાલ મડિયા અને ધૂમકેતુઃ એક અધ્યયન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (995Kb)

Abstract

અનુસ્નાતક પદવી મેળવી લીધા પછી જ્યારે શોધકાર્ય કરવાનું નિરધાર્યું ત્યારે આ બંન્ને સર્જકોમાંથી કોઈ એક સર્જક વિશે કામ કરવું કે બંન્નેને વાર્તાકળાનો વિસ્તૃત અભ્યાસ કરવો એની દ્વિધા હતી. વળી, આ સર્જકો પોતપોતાના કાલખંડના ઉત્તમ સર્જકો હતા તેથી બંન્નેની તુલના કરવાનું પણ ઉચિત લાગતું ન હતું. મારા માર્ગદર્શક, સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અસોસિએટ પ્રોફેસર ડૉ. મનોજ જોશી પાસે શોધકાર્ય માટે નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂર્વે તેમની સાથે આ અંગે વિસ્તૃત વિચારણા કરી ત્યારે તેમણે પણ સૂચવ્યું કે ધૂમકેતુ અને મડિયા – આ બંન્ને વાર્તાકારોની વાર્તાકળાનું તુલનાનિરપેક્ષ અધ્યયન કરવું, કેમ કે બંન્ને સર્જકો ભિન્ન કાલખંડનાં છે, વાર્તા પરત્વેનો બંન્ને સર્જકોના અભિગમ પણ ભિન્ન છે. અને દ્રષ્ટિબિંદુ પણ ભિન્ન છે, ફલતઃ બંન્નેની વાર્તાકળાનો તુલનાત્મક ઇષ્ટ નહીં ગણાય. વળી, તુલનાના માપદંડો બહુધા ચલિત, અમૂર્ત અને કવચિત પૂર્વાગ્રહપ્રેરિત હોવાની સંભાવના પણ સામે હતી. તેથી જ આ મહાનિબંધમાં ઉક્ત ઉભય સર્જકોની વાર્તાકળાનો તુલનાનિરપેક્ષ, સ્વતંત્ર પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કર્યો છે. તદુપરાંત મડિયા અને ધૂમકેતુ બંન્ને એવા સર્જકો છે જેમણે વાર્તા ઉપરાંત નવલકથા, નાટક, ચિંતન, વિવેચન ઇત્યાદિ ઇતર સ્વરૂપોમાં પણ યોગદાન આપ્યું છે, કહો કે બહુમૂલ્ય સૃજન કર્યું છે તેથી આ બંન્ને સર્જકોના વિપુલ સાહિત્યમાંથી મેં ફક્ત બંન્નેની વાર્તાઓનો અભ્યાસ જ અભિષ્ટ ગણ્યો હોવાથી આ શોધકાર્યને વાર્તાકાર ચુનીલાલ મડિયા અને ધૂમકેતુઃ એક અધ્યયન એવું સ્વયંસ્પષ્ટ અને વ્યંજનાગર્ભ શીર્ષક આપ્યું છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 152
Creators Korat, Priyavadan
Guide Joshi, Manoj H.
Keywords Short Story Writer, Study
Dewey Decimal Subjects 800 Literature > 800 Literature, rhetoric & criticism > 808 Rhetoric & collections of literature
Library of Congress Subjects P Language and Literature > PN Literature (General)
Department Faculties > Arts & Humanities > Department of Gujarati
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 280
Date June 2004
Unique ID Not Available
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 11 Jan 2012 06:09
Last Modified 18 Jan 2012 05:57
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/152

Actions (login required)

View Item View Item