Etheses - A Saurashtra University Library Service

જીવાભગતની સંતવાણીઃ એક અધ્યયન


  • Bookmark and Share

Reference:

Jetpariya, B. B. (2004) જીવાભગતની સંતવાણીઃ એક અધ્યયન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (7Mb)

Abstract

‘રવિ-ભાણ સંપ્રદાય’માં અનેક સંત કવિઓ થયા છે. જીવા ભગત પણ આ સંપ્રદાયના જ સંતકવિ છે. સંપ્રદાયને સંતવાણીથી ઉજાગર કરનારા પ્રતિભાશાળી સંત કવિઓ જેવી પ્રતિભા ધરાવતા જીવા ભગત અન્ય સંત કવિઓની સરખામણીએ ઓછા પ્રસિધ્ધિને પામ્યા છે. આપણા સાહિત્યના અભ્યાસ ગ્રંથોમાં તેમના વિશે ક્યાંક ક્યાંક અછડતો ઉલ્લેખ મળે છે. ‘રવિ-ભાણ સંપ્રદાય’ની વાણી અને ‘ભાણગીતા અને ભાણવાણી’માં થોડાંક પદો, ‘ગુરુમહિમા’ અને ‘ગુરુમહિમાના છંદ’ પ્રકાશિત થયેલાં છે. એ સિવાયના જે જે ગ્રંથોમાંથી ઉદાહરણરૂપે મૂકવામાં આવેલ કૃતિ કે એકલદોકલ કડીમાં જીવા ભગતની વાણી મળે છે. એ વાણી ઉપરોક્ત સંપાદન ગ્રંથોમાં પણ મળી રહે છે. પ્રસ્તુત મહાનિબંધમાં મૂળ હસ્તપ્રતો મેળવીને તેના વિશે વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે ગ્રંથોમાં જીવા ભગતનો પરિચય આપવામાં આવ્યો છે, તેમાં મોરારસાહેબના શિષ્ય અને તેમનું વતન ટંકારા હતું. તેમનું મોટાભાગનું સાહિત્યસર્જન મૂળ હસ્તપ્રતોમાં સચવાયેલું રહેલું હતું એટલે સાહિત્ય જગતમાં જીવા ભગત બહુ પ્રસિધ્ધિ પામ્યા નથી. તેમણે વિપુલ માત્રામાં રચેલી સંતવાણીથી સુખ્યાત થઈ શકે તેવા સક્ષમ સંતકવિ હોવા છતા ઓછા પ્રખ્યાત થયેલા ‘રવિ-ભાણ સંપ્રદાય’ના સંતકવિ જીવા ભગત વિશે શોધકાર્ય કરવાનો આ નમ્ર પ્રયાસ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 151
Creators Jetpariya, B. B.
Guide Jivrajani, J. V.
Keywords Gujarati Literature
Dewey Decimal Subjects 100 Philosophy & psychology > 100 Philosophy > 100 Philosophy & psychology
800 Literature > 800 Literature, rhetoric & criticism > 800 Literature & rhetoric
Library of Congress Subjects B Philosophy. Psychology. Religion > B Philosophy (General)
P Language and Literature > PN Literature (General)
Department Faculties > Arts & Humanities > Department of Gujarati
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 715
Date October 2004
Unique ID JETBB05GU01
Registration No 2716, May 9, 2002
Depositing User Repository Staff
Date Deposited 11 Jan 2012 06:05
Last Modified 18 Jan 2012 05:36
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/151

Actions (login required)

View Item View Item