Etheses - A Saurashtra University Library Service

ભારતીયતાઃ ગુજરાતી નવલકથાના સંદર્ભમાં


  • Bookmark and Share

Reference:

Jadav, Sunil K. (2004) ભારતીયતાઃ ગુજરાતી નવલકથાના સંદર્ભમાં. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (1349Kb)

Abstract

વિશ્ર્વમાં અનેક સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી. પરંતુ ભારતીય સંસ્કૃતિ આજે સદીઓથી પોતાનું તેજ અને પરંપરા જાળવતી આવી છે. કાળની થપાટો તેને ડગાવી શકી નથી કે તેને નુક્શાન કરી શકી નથી. કાળની થપાટો તેને ડગાવી શકી નથી કે તેને નુકશાન કરી શકી નથી. પરંતુ, પરિવર્તનના આ જમાનામાં યોગ્ય હકારાત્મક પરિવર્તન આવે તે જરૂરી છે. તો જ આપણે આપણા વારસાને શુધ્ધ સ્વરૂપે જાળવી શકીશું. વિશ્ર્વની અનેક સંસ્કૃતિઓ પોતાના વારસાને જાળવી રાખવા માટે તથા તેનું સંરક્ષણ કરવા માટે જાત જાતના પ્રયત્નો કરતી રહી છે. ભારતીયતાને આધુનિકતાના નામે લૂણો ન લાગે તે માટે તથા ભારતીયતાના સંરક્ષણ અર્થે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ભારત અને તેની ભારતીયતાનું ખોટું મૂલ્યાંકન ન થાય, આપણો સાંસ્કૃતિક વારસો વધુ સમૃધ્ધ બને અને વર્તમાન આધુનિક સમયની આડઅસરો તેને ન સ્પર્શે તેવા પ્રયત્ન પૂર્વકના આશયથી ભારતીયતાનું ધાર્મિક, આધ્યમિક અને બૌધ્ધિક તથા સાંસ્કૃતિક શુધ્ધ સ્વરૂપ પ્રગટે તેવો પ્રયત્ન થાય તે જરૂરી છે. ભારતીયતાના શુધ્ધ સ્વરૂપને પાક – પવિત્ર રૂપે પ્રગટ કરવા માટે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રનાં અનેક સંગઠનાત્મક ક્ષેત્રો કામ કરી રહ્યાં હોય ત્યારે સાહિત્યકાર કે સર્જક કેમ ચૂપ બેસે? ધર્મની જેમ સાહિત્યમાં પણ ભારતીયતાનું સંવર્ધન સંરક્ષણ યોગ્ય રીતે થાય. ખોટા ખ્યાલો – માન્યતાઓ દૂર કરી શુધ્ધ સ્વરૂપે તેને પ્રગટ કરી આપણા સાંસ્કૃતિક વારસાને વધુને વધુ સમૃધ્ધ કરવાના શુધ્ધ હેતુથી ભારતીય સર્જક પોતાના સાહિત્યનું સર્જન કરતો રહ્યો છે અને તત્કાલીન પ્રભાવો ઝીલતો ઝીલતો ભારતીયતાને નિરૂપતો આવ્યો છે. પ્રસ્તુત શોધ કાર્યને બે ખંડમાં વિભાજિત કર્યું છે. પ્રથમ ખંડમાં ભારતીયતાની વિભાવનાને વિસ્તારથી પ્રગટ કરવામાં આવી છે. શોધકાર્યના બીજા ખંડમાં ગુજરાતી નવલકથાને ભારતીયતાના સંદર્ભમાં તપાસવાનો ઉપક્રમ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 150
Creators Jadav, Sunil K.
Guide Ashar, Bipin V.
Keywords Thesis
Dewey Decimal Subjects 800 Literature > 800 Literature, rhetoric & criticism > 802 Miscellany
Library of Congress Subjects P Language and Literature > PN Literature (General)
Department Faculties > Arts & Humanities > Department of Gujarati
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 341
Date August 2004
Unique ID JADSK04GU04
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 11 Jan 2012 06:06
Last Modified 18 Jan 2012 05:32
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/150

Actions (login required)

View Item View Item