Etheses - A Saurashtra University Library Service

સંશોધક અને વિવેચક રમણલાલ શાહઃ એક સમીક્ષાત્મક અધ્યયન


  • Bookmark and Share

Reference:

Sagathiya, Nayana M. (2010) સંશોધક અને વિવેચક રમણલાલ શાહઃ એક સમીક્ષાત્મક અધ્યયન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (1375Kb)

Official URL:

Abstract

મધ્યકાળમાં મુખ્યત્વે ધર્મને અનુલક્ષીને સાહિત્ય ખેડાતું જેમાં જૈન અને જૈનેતર કવિઓ એવા વિભાગ પડેલા હતા. જૈન કવિઓએ પણ પોતાના ધર્મને અનુલક્ષીને અનેક પ્રકારનું સાહિત્ય રચ્યું છે. જેમાં યશોવિજયજી, સમયસુંદર, નયસુંદર, ૠષભદાસ, જયશેખસૂરિ, ગુણવિનય, સોમસુંદર જેવા જૈન કવિઓ થઈ ગયા છે. આવા જૈન કવિઓ થયા છતાં પ્રેમનંદ, દયારામ ને જેવું સ્થાન મધ્યકાલીન સાહિત્યમાં મળ્યું છે તેવું જૈન સાહિત્યકારને મળ્યું નથી. ભાલણ અને નાકરના પછી શામળને જેવું સ્થાન મળ્યું છે તેવું ભાગ્યે જ કોઈને મળ્યું છે. ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન અનેક દ્રષ્ટિએ અનોખું છે. એની પ્રયાપ્ત નોંધ લેવાનું અને એ રીતે સાહિત્યનો એક સમતોલ ઇતિહાસ રચવાનું આપણાથી બની શક્યું નથી. છતાં, બીજા કોઈ દેશમાં નહિ થયેલા એટલા બધા જૈન વિદ્વાનો ગુર્જર ભૂમિમાં થયા છે અને તેમણે ગુજરાતના જુદા જુદા સ્થળોમાં રહીને હજારો ગ્રંથોની રચના કરી છે. તેમાં કેટલાક ગ્રંથો એવા પણ છે કે જેમાંથી પ્રત્યક્ષ નહિ, તો પરોક્ષ રીતે ગુજરાતની સમુચ્ચય સંસ્કૃતિ માટે અનેક ઉપયોગી બાબતો મળી આવે છે. તેવા જૈન સર્જકો અને તેમની કૃતિની નોંધ વિશેષપણે લેવામાં શ્રી રમણલાલ શાહ રહ્યા છે. રમણલાલ શાહે પોતે પણ જૈન સાહિત્ય અને જૈનધર્મને અનુલક્ષીને સાહિત્ય સર્જન કરેલું છે. તેમના આવા સાહિત્યને અનુલક્ષી મારા મહાનિબંધનો વિષય “વિવેચક અને સંશોધક રમણલાલ શાહ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન” છે. મહાનિબંધના ઉપરોક્ત શીર્ષકને અનુલક્ષીને તેને પાંચ પ્રકરણમાં વિભાજન કર્યું છે. પ્રથમ પ્રકરણ રમણલાલ ચી. શાહનું વ્યક્તિત્વ વિશેનું છે. રમણલાલ શાહના સમગ્ર સાહિત્યની નોંધ લેવામાં આવી છે. સમીક્ષાત્મક નોંધ લેવાય છે. તેમના અનુવાદ પુસ્તક અને પાઠ્યસંક્ષેપની પણ નોંધ લેવાય છે. તેમના ‘નળદમયંતી કથાનો વિકાસ’ સંશોધન પુસ્તકમાં રજુ થયેલી દરેક વિગતને અત્રે નોંધ લીધી છે. ટૂંકમાં સાર આપી દરેક પ્રકરણની અંતમાં પાદટીપ આપી છે. અંતે સંદર્ભસૂચિ દર્શાવી છે. તેમજ આ મહાનિબંધમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહાયરૂપ થનાર દરેક વ્યક્તિનું ૠણ અદા કરેલ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 141
Creators Sagathiya, Nayana M.
Guide Jani, Balvant S.
Keywords Researcher
Dewey Decimal Subjects 800 Literature > 800 Literature, rhetoric & criticism > 800 Literature & rhetoric
800 Literature > 800 Literature, rhetoric & criticism > 807 Education, research & related topics
Library of Congress Subjects P Language and Literature > PN Literature (General)
P Language and Literature > PN Literature (General) > PN0080 Criticism
Department Faculties > Arts & Humanities > Department of Gujarati
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 236
Date June 2010
Unique ID Not Available
Registration No 3693, March 31, 2007
Depositing User Repository Staff
Date Deposited 11 Jan 2012 06:05
Last Modified 17 Jan 2012 09:16
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/141

Actions (login required)

View Item View Item