Etheses - A Saurashtra University Library Service

નોકરી કરતાં માતા-પિતા અને નોકરી ન કરતાં માતા-પિતાઓના પ્રાથમિક શાળાના સંતાનોની ચિંતાતુરતા, અનુકૂલન સિદ્ધિપ્રેરણા અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Joshi, Nitin B. (2005) નોકરી કરતાં માતા-પિતા અને નોકરી ન કરતાં માતા-પિતાઓના પ્રાથમિક શાળાના સંતાનોની ચિંતાતુરતા, અનુકૂલન સિદ્ધિપ્રેરણા અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ. PhD thesis, Education Inspector, District Education Office, Rajkot.

Related Documents:

[img]
Preview
PDF
Download (843Kb) | Preview

Abstract

ભારતીય સંસ્કૃતિમાં મનુસ્મૃતિ ગ્રંથનું વિશેષ પ્રદાન રહ્યું છે તેમાં પુરૂષ અને સ્ત્રીને સમાજના આધારસ્તંભો દર્શાવીને માતા અને પિતાનું ઉત્તરદાયિત્વ સ્પષ્ટ કર્યું છે. બાળકના ઘડતરમાં આચાર્ય કરતા પણ માતા-પિતાની ફરજ અગત્યની ગણવામાં આવેલ છે. સમયની સાથે તાલ મિલાવવા સ્ત્રીઓનો નોકરી ધંધામાં પ્રવેશ થવા માંડયો. માતા-પિતાની નોકરી અને ધંધાને કારણે સંતાનોના સંસ્કાર સિંચન કરવા પર ગંભીર અસર પડવાની શક્યતા સર્જાઈ. આપણી રાજકીય કે સામાજીક વ્યવસ્થાને કારણે ભણેલી કે અભણ સ્ત્રીઓને જીવન નિર્વાહ માટે નોકરી ધંધો કરવો પડે છે. ઓફિસથી માંડી અન્ય ક્ષેત્રોમાં જોડાનાર સ્ત્રીઓની સંખ્યા ભારતમાં દસ કરોડથી વધુ છે. માતા-પિતાના નોકરી ધંધાને કારણે બાળઉછેરમાં પર્યાપ્ત સમય રહેતો નથી જેની સીધી અસર તેના સંતાનો પર પડે છે. માતા-પિતાની નોકરીને કારણે બાળકને કેટલીક વિશેષ જવાબદારી ઉપાડવી પડતી હોય છે, કેટલીક પરિસ્થિતિમાં અનુકૂલન સાધવું પડે છે, શાળાકીય સિધ્ધિ પ્રાપ્ત કરવામાં આવનારા અવરોધોનો સામનો કરવો પડે છે. માતા-પિતા વ્યવસાય અર્થે બહાર જતાં હોવાથી તેના સંતાનોએ ઘરની કામગીરીમાં જોડાવું પડે તે સ્વાભાવિક છે. નાના ભાઈ-ભાંડુને સાચવવા, ઘર વપરાશની રોજિંદી ખરીદીમાં જવું, ઘરે આવનારાઓ સાથે જરૂરી વ્યવહાર કેળવવો, સંયુક્ત કુટુંબના અન્ય સભ્યો તરફથી સોંપાતા કાર્ય કરવા વગેરેના કારણે બાળકના અનુકૂલન ઉપર જુદી-જુદી અસરો પડે છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 10
Creators Joshi, Nitin B.
Guide Donga, K. M.
Keywords Primary School Children, Working Parents, Non-Working Parents, Education, Achievement
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 372 Elementary education
Library of Congress Subjects L Education > LB Theory and practice of education > LB1501 Primary Education
Department Faculties > Education > Department of Education
Affiliation with Education Inspector, District Education Office, Rajkot
Qualification Level Doctoral
Language Gujarati
Date May 2005
Unique ID JOSNB05ED02
Registration No 2849, March 11, 2003
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 04:54
Last Modified 17 Jan 2012 10:15
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/10

Actions (login required)

View Item View Item